ટેક : આવો રે સાથીઓ પવિત્રાઇ પામવા.
પહેલું પગથિયું થયો દેવ પુત્ર,

પિતાનો વારસો પામુ જી રે.

બીજું પગથિયું તજી સૌ પાપને,

ગર્વ ગુસ્સો વિસારૂં જી રે.

ત્રીજું પગથિયું ઇસુના લોહીથી,

સંપૂર્ણ શુદ્ધતા પામું જી રે.

ચોથું પગથિયું પ્રભુ શરણ થઇને,

પૂરેપૂરો હરખાઉં જી રે.

પંચમ પગથિયે સઘળી શંકાઓ,

તજી વિશ્વાસુ થાઉં જી રે.

છઠ્ઠે પગથિએ તન મન ધનથી,

ઇસુ સેવા સ્વીકારૂં જી રે.

સાતમે પગથિયે પૂરા વિશ્વાસે,

પૂરો પવિત્ર થાઉં જી રે.

ટળી ગયું દુ:ખ, મારાં સઘળા પાપોનું,

ઇસુનો પ્રેમરસ ચાખું જી રે.

જગતને કાજે, યુદ્ધ કરવાને,

પુરો શૂરવીર હું થાઉં જી રે.