ટેક - જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો, મજ મનમાં તે રહેવા આવ્યો,

જ્ળની રેલ જેવો હર્ષ વહે છે મનની માંય,
જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો.

કેવું પરિવર્તન જિંદગી, માંહે થયું,

જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો,
દીર્ધકાળથી ઈચ્છિત, મળ્યું છે અજવાળું,
જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો.

ભટકવું બંધ થયું, થયો દેવનો મેળાપ,

જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો,
પાપ મારા અસંખ્ય, ધોવાઇ થયાં સાફ,
જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો.

આશા પાકી દ્ધઢ, મનમાં ઉદ્દભવી આજ,

જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો,
મારા પંથે વાદળ, સંશયનું ન ઘેરાય,
જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો.

જઇશ હું રહેવાને, સ્વર્ગી નગરની માંય,

જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો,
આગળ ચાલું છું હું, બહું ખુશી થતાં,
જે દિનથી ખ્રિસ્ત મનમાં આવ્યો.