હું હવે ગાઉ આનદે ગીત, ખ્રિસ્ત તારે,

તે મને પાપ પર આપે જીત, ખ્રિસ્ત તારે;
વિસારૂં નહિ તે ભાગ્યદિન, તાર્યો મને ભટકેલ મલિન,
મુકિત પંથે હું ગાઉં ગીત, ખ્રિસ્ત તારે.

પાપે જીવન સંતાપ વધ્યો, ખ્રિસ્ત તારે,

પગ નીચે શત્રુ મૂકાયો, ખ્રિસ્ત તારે,
મનુષ્ય ભય ને લાલસાથી, પાપ કીચડ ને મોહમાયાથી,
સદાએ તપતા અગ્રિથી, ખ્રિસ્ત તારે.

જયાં જાઉં ત્યાં, કહું હું એ વાત, ખ્રિસ્ત તારે.

રકત તેનુ હિમ સમ કરે સાફ, ખ્રિસ્ત તારે
મોત નહી જોતાં હું ગાઇશ, સ્વર્ગમાં પણ હું એ ગીત ગાઇશ,
ને ગીત ગાઇશ હું અંતકાળે, ખ્રિસ્ત તારે.