ટેક - ઇસુ પાયે લાગું (૨)

નામ મારૂં લખી લેજે જી.

જગ અંધારૂં વાટ નહિ સુઝે, મજને તું દોરી લેજે જી.
આત્મિક નિંદ્રા દૂર કરીને, પ઼ભુને મન સોંપી દેજે જી.
શેતાન નાશ કરવાને ફરે છે, ઇસુને શરણે રહેજે જી.
મુકિતદાન હાલ ઇસુ ધરે છે, આવીને પામી લેજે જી.