ટેક - વઘસ્તંભ જો ઊંચકીએ, અમે મુગટ પામીએ,

મરણ નદીની પારે, પ્રભુ ઇસુની પાસે.

હે મારા તારનાર, તારો પ્રેમ, છે પૂરો ને અમર;

તે પ્રેમ અપાર, હું ભૂલું કેમ ? દેખાડ્યો મારા પર.

હું, મારું મન, ને મારું ઘન, જે હોય મારી કને,

ને મારો જીવ, ને મનનો ભાવ, સૌ સોંપુ છું તને.

શરમનો પણ જે મરણ સ્તંભ, તેં રાજીથી સહ્યો,

તે સંભારી મારો આત્મા, પ્રેમે ભરપૂર થયો.

હે પ્રભુ ! મારા હૈયામાં, હું રાખું તારૂં મરણ,

ને મજ જીવનના દહાડામાં, હુ રાખું તારૂં સ્મરણ.