ટેક - મારે કાજે તે આવ્યો, મારો પા્રણ બચાવ્યો.

મારે કાજે જીવન ગાળ્યું, મારે કાજે મૂઓ,
ઇશ્ચરાસન આગળ ઊભો મારો છે ઇસુ.

હું છું ઇસુનો સિપાઇ, વચન લખી આપ્યું સહી,

યુદ્ધ કરવાનો ફોજની માંહી, ઇસુ છે મારો.

હું તો હતો મહા પાપી, ખ્રિસ્તે મને માફી આપી,

પાપનાં બંઘન બઘાં કાપી, ઇસુ છે મારો.

તમે તેની પાસે આવો, પાપનો કરીને પસ્તાવો,

ખ્રિસ્ત પર વિશ્ચાસ લાવી ગાયો, ઇસુ છે મારો.