ખરો દ્રાક્ષવેલો ખ્રિસ્તમાં, કરેલો છું કલમ;

તચ્છાકારતો તેની દયા, પણ બદલાયું છે મન.
હું દેવનો છે હતો અજાણ, બચાવી પ્રાણ મારો,
કર્યુ છે પાપ નિવારણ, બચાવી પા્રણ મારો.

પ્રાયશ્વિતથી મેં અર્પ્યુ, કે આવ્યો શુદ્વ આત્મા,

નવો જન્મ પામ્યો હું, માફ થયાં પાપ મારા;
હાલમાં છે મને ખાઞી, જો વિશ્વાસુ થઇ રહું,
તો મોતકાળ થશે શાંતિ, ને સ્ચર્ગે જઇશ હું.

જળ જવાળાથી ઘેરાઇને, સ્થિર થઇ આગળ ચાલું;

ગૌરવ પર તાકી રહીને, હું કદી નવ ગભરાઉં,
ખ્રિસ્ત છે મજ મુકિત દાતા, તે કરતાં જોઇએ શું ?
મન દોષિત ઠરતું નથી, મજ પર ખુશ છે ઇસુ.