ટેક - ઇસુના નામની જય બોલો ?જય જય બોલો?

ઇસુના નામની જય બોલો, કે તેણે મુકિત માર્ગ ખોલ્યો?

ઇસુના નામને ધન્ય હો ?મને તેણે દેખતો કીધો,

હું દોડતો નરકની ભણી, પણ તેણે તાર્યે કૃપાથી.

પ્રભુએ મને માફ કીધો, માટે હાઇશ તેનાં સ્તોઞો,

અગાઉ હું ન’તો ગાતો પણ, હાલ નિત્ય ગાઇશ તેના ગુણ.

મેં તેના પ્રેમને ધિકકાર્યો, મેં તેનો નિયમભંગ કર્યો,

પણ ઇસુ મૂઓ મારે કાજ, કે મારા મનમાં કરે રાજ.

ઇસુના નામને ધન્ય હો ?અમને આપ્યો છે છૂટકારો,

તે હાલ કહે છે આગળ ચાલો, ને યુદ્વ પક્ષી સ્વર્ગે મળો.