જગના મંડાણથી પહેલો જે, મરણ પામવા કબૂલ થયો,

તે મારે વાસ્તે મૂઓ છે, તેથી છે સ્થિત આત્મા મારો,
જો ટળી જાય આકાશ પૃથ્વી, અચળ રહેશે દયા તેની.

હે પ્રિતના સિંધું અપાર, તારાથી ગયાં પાપ મારાં,

તેં લીધો છે અન્યાયનો ભાર, નથી કલંક હાલ મારામાં,
રકત ખ્રિસ્તનું કહે સૂણો સૃષ્ટિ, તેની દયાનો પાર નથી.

આ સાગરમાં હું નાહું છું, આશા, આનંદ, વિશ્રામ છે અહી,

શેતાન પાસેથી હયાં નહાસું, મજ ખ્રિસ્તને જોઉં વિશ્વાસથી,
તો બીક ને સંદેહ નહાસી જાય, કે ઇસુમાં દયા જ દેખાય.