ટેક - સ્તંભ સમીપ આ શુદ્ધ પળોમાં

તાજગી દેનાર શકિતના મૂળમાં
સાચે જ નિઃસહાય, ગરજ સાથ આવું
પ્રભુ તુજ સેવા કાજ સજ્જ કર પ્રાર્થુ

કેમ કરી શ્રેષ્ઢ સેવું તને

તેં મુજ માટે ઘણું કર્યુ છે,
નિબૈળને ભૂલસહ શ્રમ તુજ માટ
ઓ, મજ જીવન તુજ ગુણ ગાયે.

મંદ છે કાન, વાણી તુજ સૂણવા

કામ તારું કરવા હાથ ધીમા,
ઢાળ ચડવા પગ મારા ભારે,
જે ને કાલવારી લગ લઇ જાએ.

કામજોરી માટે શકિત આપ,

અંધાપા માટે દ્રષ્ટિ આપ
શંકા કાઢ યાચું વિશ્વાસ પ્રભુ,
કે શ્રેષ્ઠ રીતે સેવું તને