|
ટેક - છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે,
મને વહાલો લાગે બીજા સૌ કરતાં
|
૧
|
ઇસુ છે મારો મિઞ, તે માર છે પ્રિતમ,
છે બીજા સૌ કરતાં મને વહાલો,
છે ખીણોની ગુલછડી, ને સૌ કરતાં ઉત્તમ,
શુદ્ધ કરી તે સાફ રાખે છે મા મારું,
દુઃખમાં દે છે દિલાસો, સંકટમાં રાખે સ્થિત,
ને કહે છે મજ પર નાખોસૌ ચિંતા.
|
૨
|
દુ:ખ મારું તેણે લીધું, ને વેઠયો છે કલેશ,
ને પરીક્ષણ મધ્યે મારો છે કિલ્લો,
મેં તેને કાજ સૌ તજ્યું, સૌ મર્તિઓ વિશેષ,
અને હાલ તે સાફ રાખે છે મન મારું
સૌસંસાર મને મૂકે ને શેતાન કરે જોર,
પણ કદી નહી તજું મારો ઞાતા.
|
૩
|
મને તે તકનાર નથી, કદી નહિ કરશે ત્યાગ,
જ્યાં લગ વિશ્વાસથી હું માનું તેની વાત,
તે મારી સંભાળ માટે, ચોફેર રાખે છે આગ,
મને સ્વર્ગી અન્ન ખવડાવી રહે છે સાથ
ને મહિમામાં પ્રવેશી, હું જોપશ તેનું મોં,
જ્યાં સુખી શાંતિની વહે છે સરિતા.
|