૧
|
મન મારુ સ્થિત છે તારા પર, ખ્રિસ્ત મારો,
ઠરાવ કર્યૌ છે ખરેખર, ખ્રિસ્ત મારો,
છે રાજા, યાજક દદ્ગુરુ, જેણે મને તારણ દીધુ,
ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો.
|
૨
|
ધન માટે છો ફૂલે, ખ્રિસ્ત મારો,
તેનું ધન કદી ન ખૂટે, ખ્રિસ્ત મારો,
તમારું સોનું જાય ઘસી, તમારુ માન ટકનાર નથી,
મજ દ્રવ્ય રહે હંમેશ લગી, ખ્રિસ્ત મારો.
|
૩
|
હું માંદો અથવા સાજો હોઉં. ખ્રિસ્ત મારો.
જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો,
ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૃકું પાળ,
ત્યારે મને નહિ લાગે ફાળ, ખ્રિસ્ત મારો.
|
૪
|
હાલ મારું ગીત કોણ ગાઇ શકે, ખ્રિસ્ત મારો.
મજ સત્ય, વાટ ને જીવન છે, ખ્રિસ્ત મારો,
તો મનોમન ને હાથોહાથ, ચાલીશું મેળીવીને સંઘાત,
સૌ દેશમાં પોકારી આ વાત,ખ્રિસ્ત મારો.
|