ભવસાગર માંહે જ તણાતો,

તિક્ષ્ણ ખડકોમાં અથડાતો.
વિધવિધ ઘાથો ખૂબ ઘવાતો;
પકડયો મારો હાથ, મારો તારણહાર, ભવસાગરમાં.

જગરૂપો મહાસાગર માંહે,

પાપ પરોક્ષણ છે બહુ જયાંએ,
લપટાએલો હું પણ ત્ત્યાંએ,
ઊંચકો લોધો મુજને, મારો તારણહાર, ભવસાગરમાં

દુઃખિયા પાપીને સુખ દઈને.

પાપ મરણ સહ માથે લઈને,
યજ્ઞ કર્યો સ્તંભ ઉપર જઈને,
એ તો તારક ઇસુ મારો તારણહાર, ભવસાગરમાં.