મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ઘામ.
સ્વરની શોભા હું શી કહું રે એ તો દિવ્ય અનુપમ ઠામ

-મારો.

ત્યાં તો દુઃખ પીડા નહિ રોગ છે રે, આઘી વ્યાઘિનું નહિ નામ.

-મારો.

આંખો આંસુ નહિ વહેવડાવશે રે.ચકને મળશે ત્યાં આરામ

-મારો

સ્વર્ગની જ્યોતિ ઇસુ પ્રભુ રે. ત્યાં તો ભાણ તણું નહિ કામ.

-મારો.

તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ.

-મારો.

લાખો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતા ઇસુ કેરુ નામ.

-મારો.

વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઇશું તે સુખઘામ

-મારો.

પાપી જગમાં હમણાં વાસ છે રે, એ તો નિસાસાનુ ઠામ.

-મારો.

અમે સ્વર્ગ ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ.

-મારો.

૧૦ અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ.

-મારો.