હતો પાપી અને લાચાર ખરો હું,

થયો જામીન અરે મારા મસિહા તું,

પાપો કરી દુઃખો માથે લાવ્યો હું.

રડયો મજ કાજ દયા ભરેલ મસિહા તું.

હતો પાપથી અને દુઃખથી લાદેલ હું.

ચડયો સ્તંભ પર અરે મજકાજ મસિહા તું.

કેવી ભારે ખરી દયા પામ્યો હું.

સહ્યું મજકાજ અરે પ્યારા મસિહા તું.