મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કાંઇ
કોઇ જાણે છે ખગોળ, ભૂગોળ, ગણિતમાં પંકાય,

તત્વો ને તર્કોમાં ઝાઝા, ઝાઝી કરે છે વડાઇ.

અનેક યંઞો અને વાંજિત્રો, ચાલાકી ને ચતુરાઇ,

કળા કરે છે અકળિત જેવી, ઊડે વિમાન હવાઇ.

ઘણાંક વૈદો ઔૈષધોમાં ને વાઢકાપમાં વખણાય

ઔષધ આપે અક્ષિર એવું, પળમાં સાજા થાય.

દાતા, ભકતા, વકતા, છે બહુ શૂરા જનોયે ઘણાય,

કરે મોહિતમન માનવીઓના, જુઓ જગતની માંય.

જગના વિદ્ધાનો ન જાણે, સ્તંભ તણી મોટાઈ,

અંતે તૈઓ પ્રભુ સમીપૈ જ્શે જરૂર શરમાઇ.

ભણી, ગણી એમ વિધવિધ વિધા કાઢૈ નવીન નવાઇ

અનાહદ સંપત સ્તંભ તણી તો જાણે નહી રે જરાય.

ભલે ગણાતી જગમાં મારી, અતિ ઘણી મૂર્ખાઇ,

સમજે કયાંથી ગુંગા જન તો, અત્તર ખુશબો ભાઇ

તેથી જ શાંતિ, તેથી જ સફળતા, તેથી મનોની સફાઇ.

તેથી અમે સહુ સુખી સદાકાળ, ગાળશું સ્વરની માય.