ઇસુ તે તો મને બચાવ્યો. આપ્યો મને ઉદ્ધાર:ઇસુ મારો.

ઓ. જો તારી મીઠી પ્રીતિ. ચાખે સૌ સંસાર. ઇસુ મારો.

મન મારું તેં હરી લીધું છે,શેતાનને કાઢયો બહારઃ ઇસુ મારો ,

પાપ મારાં તો દુર થઇ ગયાં, લોહીની ધાર, ઇસુ મારો.

તારે લીધે જગત કંટળે, નિંદા કરે અપારઃ ઇસુ મારો,

તુ તો કદી મને નહિ છોડશે, સદા સાથે રહેનાર, ઇસુ મારો,

જ્ગના તમાશા જગની સોબત, સૌનો કરીશ નકારઃ ઇસમારો,

પ્રેમી ત્રાતા મરન સુધી, ન તજું કોઇ વાર, ઇસુ, મારો.

જ્યારે મુકીશ આ મારી કાયા, સાથે તારી રહેવા; ઇસુ મારો,

મને બોલાવવા દુતો આવશે સ્વગઁ લઇ જવા, ઇસુ મારો,