ટેક - જય પ્રભુ ઇસુ, જય અઘિરાજા, જય પ્રભુ જય જયકારી
પાપ નિમિત્ત દુઃખ લાજ ઉઠાવી, પ્રાણ દીઘો બલીહારી?
પાપ થકી તું પાપીને તારશે, તોડી બંધન ભારી.
જે પાપી હાલ તુજ પાસે આવે. લેશે તું અંગીકારી.
માફી શાંતિ શુદ્ધતા શકિત, દેશે તું તેને તારી.