ટેક - છે શકિત બળ. ચમત્કારી બળ,

ઇસુના (૨) લોહીના (૨)
છે શકિત બળ. ચમત્કારી બળ,
ઇસુના મૂલવાન લોહીમા.

પાપના બોજથી છુટવાને ચાહો છો ?

લોહીમા છે બળ, (૨)
ભૂડાઇને જીતવા તમે ચાહો છો ?
ઇસુના લોહીમા છે બળ.

મોહને અહકારથી છુટવા ચાહો છો ?

લોહીમાં છે બળ, (૨)
ઇસુ પાસ આવો તે છે ઉદ્વારનાર,
ઇસુના લોહીમાં છે બળ.

હિમના કરતા શ્વેત થવા ચાહો છો.

લોહીમાં છે બળ. (૨)
પાપના કલંકથી બળ છે. શુદ્વ કરવા.
ઇસુના લોહીમાં છે બળ.

ઇસુ રાજાની સેવા કરવા ચાહો ?

લોહીમાં છે બળ, (૨)
જીવન જીવી તેની સ્તુતિ ગાશો ?
ઇસુના લોહીમાં છે બળ.