455
૪૫૫ - મંદિરનું અર્પણ
રાગ: ભીમપલાસ | |
( આવ, હે દાતા, સૌ આશિષના - એ રાગે પણ ગાઈ શકાય.) | |
કર્તા: જયાનંદ આઈ. ચૌહાન | |
૧ | દેવ, તેં તારું મંદિર સ્થાપેલ, સાગત, સૃષ્ટિ, ને સ્વર્ગ પર, |
માન્ય કરજે બાંધ્યું તુજ કાજ, માનવી હાથે જે આ ઘર; | |
તુજ દયાસન પાસે આવી, આરાધે જે સંધાં શિર, | |
સ્વીકારજે સ્નેહથી સૌ સ્તુતિ, પાઈને પ્રેતણા, હિંમત, ધીર. | |
૨ | ભૂલ્યાં-ભટક્યાં આવે જે સૌ, દેજે તારો દોરનાર હાથ, |
શોકિત, ભંગિત આવે હૈયાં, આશ્વાસનથી ભરજે, નાથ; | |
શ્રદ્ધા-દીવડા જોશે ચમકે, પાવન પ્રેમનાં ઊમટે પૂર, | |
શુદ્ધ ભક્તિ અહીં ચઢજો નિત્ય, પાપો સૌનાં હોજો દૂર. | |
૩ | તુજ જન આવી યાચે અહીં હે, દેજે તે સૌ કૃપાદાન, |
આશિષ-વૃષ્ટિ દઈને ભારે, તું થા લોક પર મહેરબાન; | |
તુજ મંદિરિયે વાસો આપી, સ્વર્ગી ઘર માટ લાયક કર, | |
દેવ હે ત્રિએક, ધન્ય હોજો, આ ધામે તું અજરામર. |
Phonetic English
Raag: Bhimpalaas | |
( Aav, he daata, sau aashishana - e raage pan gaai shakaay.) | |
Karta: Jayanand I. Chauhan | |
1 | Dev, ten taarun mandir sthaapel, saagat, srashti, ne svarg par, |
Maanya karaje baandhyun tuj kaaj, maanavi haathe je aa ghar; | |
Tuj dayaasan paase aavi, aaraadhe je sandhaan shir, | |
Sveekaaraje snehathi sau stuti, paaeene pretana, hinmat, dheer. | |
2 | Bhoolyaan-bhatakyaan aave je sau, deje taaro doranaar haath, |
Shokit, bhangit aave haiyaan, aashvaasanathi bharaje, naath; | |
Shraddhaa-deevada joshe chamake, paavan premanaan oomate poor, | |
Shuddh bhakti aheen chadhajo nity, paapo saunaan hojo door. | |
3 | Tuj jan aavi yaache aheen he, deje te sau krapaadaan, |
Aashisha-vrashti daeene bhaare, tun tha lok par maherabaan; | |
Tuj mandiriye vaaso aapi, svargi ghar maat laayak kar, | |
Dev he triek, dhanya hojo, aa dhaame tun ajaraamar. |
Image
Media - Hymn Tune : NETTLETON
Media - Hymn Tune : NETTLETON