309
૩૦૯ - પ્રાર્થના
૧ | જન્મ થકી અવળી મુજ વાતો સર્વ ગયેલી, |
સંધી ચાલ વિષે બહુ અંધી ચૂક થયેલી. | |
૨ | ત્રાતા, તું બળવાન ભણી હું દીન ફરું છું; |
તોડો બેડી પાપ તણી, એ પ્રાર્થ કરું છું. | |
૩ | આંખ વિષે તુજ તેજ ભરી જન્માંધ મટાડો; |
સાંભળતો કરતાં મારો બહેરાટ હઠાડો. | |
૪ | આત્મા જે મૃતરૂપ થયો તે ચેતન પામે, |
તેને જીવ મળ્યો દીસે તારે સહુ કામે. | |
૫ | કર્તા, આ પાષાણ તણું હૈડું બદલાવો; |
આપી જન્મ નવો ચોખ્ખો વ્યવહાર ચલાવો. | |
૬ | પ્રેમ નવો ને ભાવ નવો, સારું કરવાને, |
દિલ નવું આપો, સહુ દુષ્ટ તજી ફરવાને. |
Phonetic English
1 | Janm thaki avali muj vaato sarv gayeli, |
Sandhi chaal vishe bahu sandhi chook thayeli. | |
2 | Traata, tun balavaan bhani hun deen pharun chhun; |
Todau bedi paap tani, e praarth karun chhun. | |
3 | Aankh vishe tuj tej bhari janmaandh mataado; |
Saambhalato karataan maaro baheraat hathaadau. | |
4 | Aatma je mrataroop thayo te chetan paame, |
Tene jeev malyo deese taare sahu kaame. | |
5 | Karta, aa paashaan tanun haidun badalaavo; |
Aapi janm navo chokhkho vyavahaar chalaavo. | |
6 | Prem navo ne bhaav navo, saarun karavaane, |
Dil navun aapo, sahu dusht taji pharavaane. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Chandrakauns