૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર

૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર
ઈશ્વરનું જે શાસ્ત્ર તે વિશાળ છે ભંડાર,
જે જે ખપનું હોય છે તે તે ત્યાં મળનાર.
વાણી જીવનભેદની સુખ દેનારી વાત,
વાક્યરૂપી ઔષધ પણ અન્ન તણી તે સાથ.
ઢાલ વળી તરવાર છે, જ્ઞાન તણા પણ મર્મ,
ભૂલ બતાવે માર્ગની, કાર્ય તણાં અપકર્મ.
જગત ઘણી નિંદા કરે, છો કરતાં જો ચા'ય,
પાસ હશે ભંડાર એ ન્યૂન કદી ન જણાય.

Phonetic English

228 - Shaastraroopi Bhandaar
1 Ishvarnu je shaastra te vishaal chhe bhandaar,
Je je khapanu hoy chhe te te tya malanaar.
2 Vaahni jeevanbhedani sukh denaari vaat,
Vaakyaroopi aushadh pan anna tahni te saath.
3 Dhaal vahdi tarvaar chhe, gyaan tahna pan marm,
Bhool bataave maargani, kaarya tahna apkarm.
4 Jagat ghani ninda kare, chho karata jo chaa'ya,
Paas hashe bhandaar e nyoon kadi na jahnaay.

Image

 

Media - Composition By : Mr. Robin Rathod , Raag :Bhoopali - Sung By Mr. Samuel Macwan & Manna Macwan