૨૦૭ - દેવ, રેડ આત્મા

૨૦૭ - દેવ, રેડ આત્મા
માદરી
કર્તા: જે.વી. એસ. ટેલર
દેવ, રેડ આતમા,
દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં.
દુનિયાઈ વાતમાં, આતમિક જ્ઞાનમાં,
ખ્રિસ્ત માન, ખ્રિસ્ત નામ દીપશે સ્વઠામમાં.
માગનારને કદી
દેવ કાઢતો નથી, સુણે વિનંતી તે બધી;
માગનારની કદી, માગણી જશે રદી?
ના, દયા ભરેલ દેવ, તું થવા ન દે કદી.
આતમા વિના અમે
આંધળાં છીએ બધાં, સુખી ન સર્વ કો સમે;
જેમ આંધળાં ભમે, તેમ તો બધાં અમે.
અંધકાર પાપનો કુમાર્ગ સર્વદા ગમે.
રેડ આત્મા ધણી,
ઉરમાં પ્રકાશ પાડ, જાય રાત પાપની;
જોઈ ખ્રિસ્તની ભણી, તાર પાપથી, ધણી,
એ જ ટૂંક પ્રાર્થના કબૂલ રાખ દાસની.

Phonetic English

207 - Dev, Red Aatma
Maadari
Karta: J.V. S. Tailor
1 Dev, red aatama,
Dosh jaay dilano javaay Khrist raajma.
Duniyaai vaatma, aatamik gyaanama,
Khrist maan, Khrist naam deepashe svathaamama.
2 Maaganaarne kadi
Dev kaadhato nathi, sune vinanti te badhi;
Maaganaarni kadi, maagahni jashe radi?
Na, daya bharel dev, tun thava na de kadi.
3 Aatama vina ame
Aandhahda chhiae badha, sukhi na sarv ko same;
Jem aandhahda bhame, tem to badha ame.
Andhakaar paapno kumaarg sarvada game.
4 Red aatma dhahni,
Urama prakaash paad, jaay raat paapni;
Joi Khristni bhahni, taar paapthi, dhahni,
Ae j toonk praarthana kabool raakh daasni.

Image

 

Media - Maadari Chhand - Sung By C.Vanveer