૧૯૯ - ઈસુનું મધુર નામ

૧૯૯ - ઈસુનું મધુર નામ
૮, ૬ સ્વરો
"How sweet the name of Jesus sounds"
Tune: St. Peter or Ortonville. C.M.
કર્તા: જોન ન્યૂટન,
૧૭૨૫-૧૮૦૭
અનુ. : હરખાજી કેશવજીભાઈ
કેવું મધુર ઈસુનું નામ લાગે વિશ્વાસીને,
ભય હરે, ઘા રૂઝવે તમામ, ને સર્વ શોક હણે.
દિલભંગિતોને દે વિરામ, કૂલેશીને કરે શાંત,
ભૂખ્યાને માન્નાસમ એ નામ, થાકેલાને વિશ્રાંત.
એ નામ છે મારો ગઢ આધાર, મુજ ઢાલ ને આશ્રયસ્થાન,
અખૂટ દ્રવ્યનો છે ભંડાર, કૃપા પૂર, મૂલ્યવાન.
મુજ પ્રાર્થ તેનાથી સ્વીકારાય, ટળે છે પાપ વટાળ;
શેતાન બને છે નિરુપાય, હું ઠરું દેવનું બાળ.
હે ઈસુ, મુજ રાજા, યાજક, પ્રબોધક, દોસ્ત, તારનાર,
જીવન, પ્રભુ, રસ્તો, પાળક, મારી સ્તુતિ સ્વીકાર.
અતિ કમજોર મારા પ્રયાસ, મુજ વિચાર મંદ ખચીત;
જો થાએ તુજ ભાન મને ખાસ, તો સ્તવું ખરી રીત.
જ્યાં સુધી જીવું જગત માંય, તુજ પ્રીતનાં ગાઉં ગાન;
ને મારું મરણ જ્યારે થાય, તાજગી પામે મુજ પ્રાણ.

Phonetic English

199 - Isunu Madhur Naam
8, 6 Swaro
"How sweet the name of Jesus sounds"
Tune: St. Peter or Ortonville. C.M.
Kartaa: Jone Newton,
1725-1807
Anu. : Harakhaaju Keshavajibhai
1 Kevu madhur Isunu naam laage vishwasine,
Bhay hare, ghaa roozave tamaam, ne sarv shok hane.
2 Dilbhangitone de viraam, kuleshine kare shaant,
Bhookhyaane maannaasam ae naam, thakelaane vishraant.
3 Ae naam che maaro gadh aadhaar, mujh dhaal ne aashraysthaan,
Akhoot dravyno che bhandaar, krupa pur, mulyavaan.
4 Mujh prarth tenaathi swikaaray, tade che paap vataahn;
Shetaan bane che nirupaay, hu tharu devanu baal.
5 He Isu, mujh raajaa, yaajak, prabodhak, dost, taarnaar,
Jeevan, prabhu, rasto, paalak, maari stuti swikaar.
6 Ati kamjor maaraa prayaas, mujh vichaar mand khachit;
Jo thaao tujh bhaan mane khaas, to stavu khari reet.
7 Jyaa sudhi jeevu jagat maay, tujh preetnaa gaau gaan;
Ne maaru maran jyaare thaay, taajgi paame mujh praan.

Image

 

Hymn Tune : St.Peter Reinagle - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune :St.Peter Reinagle - Sung By Late Mr.Manu Bhai Rathod

Media - Hymn Tune :St.Peter Reinagle - Sung By Mr.Samuel Macwan

Media - Hymn Tune :St.Peter Reinagle - Sung By Mr. Nilesh Earnest



Media - Hymn Tune :OrtonVille - Sung By Mr.Samuel Macwan

Hymn Tune : OrtonVille - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)