૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.

૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.
૮, ૭ સ્વરો
"Come, Thou Fount of every blessing"
Tune: Neuleton, or Cecilian Mariner.
અથવા ભીમપલાસ
કર્તા: રોબર્ટ રોબિન્સન,
૧૭૩૫-૯૦
અનુ. : વી. કે. માસ્ટર
આવ, હે દાતા, સૌ આશીષના, શીખવ મને ગાતાં પ્રીત,
પ્રીતની નદી, વહેતી સદા, ગાતો કરે સ્તુતનાં ગીત.
દૂતો ગાય તેમ મને ગાતાં શીખવ સૂર મધુર ગીતનો;
ધન્ય પા'ડ જે પર મુજ આધાર, પા'ડ તુજ તારવાની પ્રીતનો.
અહીં સ્થાપું મુજ એબેન-એઝેર, તુજ સા'યથી અહીં આવ્યો છું;
ક્ષેમકુશળ ઘેર આવવા આશા તુજ કૃપાથી રાખું છું;
જવ હું દેવથી ભટકેલ હતો તવ ઈસુએ છે શોધેલ;
તેણે મારો બચાવ કરવા પ્રાણ પોતાનો છે આપેલ.
રોજ મને ચલાવવા તેની છે કૃપા કેટલી બધી !
મુજ ભટકેલ મન તુજ સાથ પ્રભુ, બાંધ દયારૂપ સાંકળથી;
પ્રભુ, હું છું ભટકી જનાર, વળી ત્યાગનાર તારી પ્રીત;
આ રહ્યું મુજ દિલ, લે પ્રભુ, તે લઈ કર તુજ કાજ મુદ્રિત.

Phonetic English

198 - Sau Aashishanaa Daataa, Aav.
8, 7 Swaro
"Come, Thou Fount of every blessing"
Tune: Neuleton, or Cecilian Mariner.
Athvaa Bhimapalaas
Kartaa: Robert Robinson,
1735-90
Anu. : V. K. Master
1 Aav, he daataa, sau aashish na, shikhav mane gaataa preet,
Pritini nadi, waheti sadaa, gaato kare stut naa geet.
Duto gaay tem mane gaataa shikhav sur madhur geet no;
Dhanya paa'da je par mujh aadhaar, paa'da tujh tarvani pritno.
2 Ahi sthaapu mujh Eben-ezer, tujh saa'yathi ahi aavyo chu;
shemakushal gher aavavaa aashaa tujh krupaathi raakhu chu;
Jav hu devthi bhatkel hato tav Isuae che shodhel;
Tene maaro bachaav karvaa praan potaano che aapel.
3 Roj mane chalaavava teni che krupaa ketali badhi !
Mujh bhatkel man tujh saath prabhu, baandh dayaaroop saankalathi;
Prabhu, hu chu bhataki janaar, vadi tyaaganaar taari preet;
Aa rahyu mujh dil, le prabhu, te lai kar tujh kaaj mudrit.

Image

 

Media - Hymn Tune : NETTLETON

Hymn Tune : NETTLETON - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : NETTLETON - By Rev.Stavan Christian & Sharon Christian

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhoopali