૧૬૭ - જીવનદાતાને રટો

૧૬૭ - જીવનદાતાને રટો
યમન કલ્યાણ
કર્તા: કા. મા. રત્નગ્રાહી
ટેક: રટ રટ રટ તું, જીવનદાતા;
તજ હઠ ઝટપટ, ભજ ઝટ ત્રાતા.
આ ભવરાન મહીં નહીં મળશે, તુજને તે વિણ શાતા. રટ.
ક્ષણભંગુર અહીંનાં સહુ વાનાં, લોભાશો નહિ ભ્રાતા. રટ.
બહુ જન આયુષ્ય વ્યર્થ ગુમાવી, મરણ શરણ થઈ જાતા. રટ.
નહીં ખોશો સુખ જે ટકનારું તૃષ્ણા માંય તણાતાં. રટ.
કાયા આ વણસી ઝટ જાશે, નહીં રે'શે રંગ રાતા. રટ.
મહા બળિયા, વીર રૂપાળા, મૃત્યુ પામી જો જાત. રટ.
આયુષ્યને કર કિંમતવાળું, સ્વર્ગી સુખ કમાતાં. રટ.
ગાળ આનંદી જીવન તારું, નિત નિત પ્રભુ ગુણ ગાતાં. રટ.

Phonetic English

167 - Jeevandaataane rato
Yaman Kalyaan
Kartaa: Kaa. Maa. Ratnagraahi
Tek: Rat Rat Rat Tu, Jeevandaataa;
Taj hath jhatpat, Bhaj jhat traataa.
1 Aa bhavaraan mahi nahi malashe, Tujne te vin shaataa. Rat.
2 Kshanabhagur ahinaa sahu vaanaa, Lobhaasho nahi bhraataa. Rat.
3 Bahu jan aayushya vyarth gumaavi, Maran sharan thai jaataa. Rat.
4 Nahi khosho sukh je takanaaru Trushnaa maay tanaataa. Rat.
5 Kaayaa aa vansi jhat jaashe, Nahi re'she rang raataa. Rat.
6 Mahaa baliyaa, veer rupaadaa, Mrutyu paami jo jaat. Rat.
7 Aayushyane kar kimatavaalu, Swargi sukh kamaataa. Rat.
8 Gaad aanandi jeevan taaru, Nit nit prabhu goon gaataa. Rat.

Image

 


Media - Composition By : Late Mr. ManuBhai Rathod