૧૦૧ – વધસ્તંભને નિહાળ

કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન

૧૦૧ – વધસ્તંભને નિહાળ ,
ટેક : વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ.
વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં,
પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય.
પિતા, દૂર કરો, આ પ્યાલો, શોકિત બની વાણી આ ઉચ્ચારતાં,
ઈચ્છા પિતા તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય.
જગનું અજવાળું, બનીને આવીઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ,
મિત્રે ચુંબનના નિશાને પકડાવીઓ....વીંધાય.
અદાલતે નિર્દોષ જ ઠરીઓ, નમ્ર બનીને નવ કાંઈ વદિયો,
દુશ્મનોએ તેને થંભે જડાવીઓ....વીંધાય.
શિરે કંટક તાજ પહેરાવીઓ, ખીલા મારીને થંભે જડાવીઓ,
મારાં પાપે વહાલો મસીહા મરાવીઓ....વીંધાય.
અર્પું જીવન, તારે ચરણે મસીહા, ધન્ય ધન્ય મારા તારણહારા,
કોટિ વંદન હો, મારા ઉદ્ધારનારા....વીંધાય.

Phonetic English

101 – Vadhastambhane Nihaal
Tek : Vadhastambhane nihaal, o paapi aaj, vindhaay mukhtidaataa ae taare kaaj.
1 Vahaalo praarthe, ae vaadimaa, kashtaay ae taare kaaj dilamaa,
Padayo pasino, jo rakatanaa bundamaa...Vindhaay.
2 Pitaa, dur karo, aa pyaalo, shokit bani vaani aa uchchaarataa,
Ichchhaa pitaa taari, purna thaay mujamaa...Vindhaay.
3 Jaganu ajvaadu, banine aavio, paapi taaru taaran saathe laavio,
Mitre chumbananaa nishaane pakadaavio....Vindhaay.
4 Adaalate nirdosh aj thario, namr banine nav kai vadiyo,
Dushmanoae tene thambhe jadaavio....Vindhaay.
5 Shire kantak taaj paheraavio, khilaa maarine thambhe jadaavio,
Maaraa paape vahaalo masihaa maraavio....Vindhaay.
6 Arpu jeevan, taare charane masihaa, dhanya dhanya maaraa taaranahaaraa,
Koti vandan ho, maaraa uddhaaranaaraa....Vindhaay.

Image

 

Media - Traditional Tune - Sung By C.Vanveer

Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Raag : Shivrajni - CNI ANAND CHOIR

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bairagi


Chords

D               G             A          G D
વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ.
  D            G      A     A     G D
૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં,
  D                 G         A
  પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય.