100
૧૦૦ - તારણસાધક વધસ્તંભ
૧ | અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? |
નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? | |
૨ | અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! |
જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ ! | |
૩ | "બચાવ્યા અન્યને એણે," અરિનું એ કથન સાચું ! |
છતાં નિજને બચાવ્યો ના, ખરે ! એ પણ તદ્દન સાચું ! | |
૪ | બચાવ્યો હોત પોતાને, પ્રભુએ થંભ વિદારી ! |
બચી ના હોત આ દુનિયા, નરકના દંડથી ભારી ! | |
૫ | થયો ના હોત જો દુ:ખી, દરદનો ભોમિયો ત્રાતા ! |
દરદ ને દુ:ખ દુનિયાનાં, કહો, શી રીતથી જાતાં? | |
૬ | લીધું મૃત્યુ વધાવીને ! જીવન-અમૃત વહાવીને ! |
ઊઠયો છે ઘોરથી ત્રાતા, અરિ સહુને નમાવીને ! |
Phonetic English
1 | Are ! Aa stambhni paase, masihanaa aa vagonaa shaa? |
Naryo dhikkaar ne nindaa ! Arinaa krrur me'naa shaa? | |
2 | Arinaa krrur thaththaani, sakhat varasi rahi jhadio ! |
Jeevananaa naathane thambhe, khilaani vajra sam kadio ! | |
3 | "Bachaavyaa anyane aene," Arinu ae kathan saachu ! |
Chataa nijane bachaavyo naa, khare ! Ae pan taddana saachu ! | |
4 | Bachaavyo hot potaane, prabhuae thambh vidaari ! |
Bachi naa hot aa duniyaa, narakanaa dandathi bhaari ! | |
5 | Thayo naa hot jo dukhi, daradano bhomiyo traataa ! |
Darad ne dukh duniyaanaa, kaho, shi ritathi jaataa? | |
6 | Lidhu mrutyu vadhaavine ! Jeevan-amrut vahaavine ! |
Uthyo che ghorathi traataa, ari sahune namaavine ! |
Image
Media - Gazal
Media - Composition By : Ms. Tejal ManuBhai Rathod , Sung By : Mr. Robin Manubhai Rathod , Raag : Yaman
Chords
F# C# F# ૧ અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? F# C# F# નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? F# D#m C# F# ૨ અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! F# C# F# જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ !