૯૦ - વિજયવંત પ્રવેશ

૯૦ - વિજયવંત પ્રવેશ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના.
ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ,
રાજન જયકેરા નાદે વધાએ;
વછેરે વિરાજી પ્રેમે પધારે,
બાળો લલકારે જય-જયકારે.
ખજૂરી કેરી ડાળી ગ્રહે સહુ,
સ્તુતિના નાદો ગજાવે તહીં બહુ;
હોસાના, હોસાના, હોસાના, હોજો,
પરમ ઊંચામાં હોસાના હો.
જયકેરા નાદે નગરી ગાજે,
પધારે રાજન શાંતિના સાજે;
સ્વર્ગતણો એ રાજવી આજે,
આવ્યો રે સહુના તારણ કાજે.

Phonetic English

90 - Vijayvant Pravesh
Kartaa : Jayvantibahen J. Chauhaan
Tek : Padhaaro raay o shaalemamaa, padhaaro. Raajan shaantinaa.
1 Bhaakhelaa bhaavi purna karaae,
Raajan jaykeraa naade vadhaae;
Vachere viraaji preme padhaare,
Baalo lalakaare jay-jaykaare.
2 Khajoori keri daali grahe sahu,
Stutinaa naade gajaave tahi bahu;
Hosaanaa, hosaanaa, hosaanaa, hojo,
Param unchaamaa hosaanaa ho.
3 Jaykeraa naade nagari gaaje,
Padhaare raajan shaantinaa saaje;
Swargtano ae raajvi aaje,
Aavyo re sahunaa taaran kaaje.

Image

 


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kedar