355
૩૫૫ - ખ્રિસ્તવિરહ
ટેક: | તને છોડીને, ખ્રિસ્ત, હું જાઉં કહીં ? જાઉં કહી, પ્રભુ, જાઉં કહીં? |
૧ | વિરહ રે તારો નરક ભયંકર, ભાસે પ્રલયાનળ પેઠે. |
૨ | પાપી પ્રકૃતિ તણો છું પ્રાણી, તુજ વિણ ભારે ભય લાગે. |
૩ | રુદિયું તુજ વિણ ઊલટું થાયે, આ જગે સૂલટું કોણ કરે? |
૪ | તુજ સંગત વિના તો મુજને, સ્વર્ગસુખ પણ નહિ જ ખપે. |
૫ | વચનામૃત, પ્રભુ, તુજ પાસે છે, જીવનજળ પણ તું આપે. |
૬ | ધર્મરવિ તું ક્ષણભર નહિ તો ઘોર ભયંકર જગ ભાસે. |
૭ | નમન કરી કરગરીએ દાસો, રાખો ચરણે નિત પાસે. |
Phonetic English
Tek: | Tane chhodeene, Khrist, hu jaau kaheen ? Jaau kahi, prabhu, jaau kahee? |
1 | Virah re taaro narak bhayankar, bhaase pralaayaanal pethe. |
2 | Paapi prakruti tano chhu praani, tuj vin bhaare bhay laage. |
3 | Rudiyu tuj vin oolatu thaaye, aa jage soolatu kon kare? |
4 | Tuj sangat vina to mujane, svargasukh pan nahi ja khape. |
5 | Vachanaamrat, prabhu, tuj paase chhe, jeevanajal pan tu aape. |
6 | Dharmaravi tu kshanabhar nahi to ghor bhayankar jag bhaase. |
7 | Naman kari karagareeye daaso, raakho charane nit paase. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi
Media - Composition By : Mr. Ashish Christian