90
૯૦ - વિજયવંત પ્રવેશ
કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
ટેક : | પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના. |
૧ | ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ, |
રાજન જયકેરા નાદે વધાએ; | |
વછેરે વિરાજી પ્રેમે પધારે, | |
બાળો લલકારે જય-જયકારે. | |
૨ | ખજૂરી કેરી ડાળી ગ્રહે સહુ, |
સ્તુતિના નાદો ગજાવે તહીં બહુ; | |
હોસાના, હોસાના, હોસાના, હોજો, | |
પરમ ઊંચામાં હોસાના હો. | |
૩ | જયકેરા નાદે નગરી ગાજે, |
પધારે રાજન શાંતિના સાજે; | |
સ્વર્ગતણો એ રાજવી આજે, | |
આવ્યો રે સહુના તારણ કાજે. |
Phonetic English
Kartaa : | Jayvantibahen J. Chauhaan |
Tek : | Padhaaro raay o shaalemamaa, padhaaro. Raajan shaantinaa. |
1 | Bhaakhelaa bhaavi purna karaae, |
Raajan jaykeraa naade vadhaae; | |
Vachere viraaji preme padhaare, | |
Baado lalakaare jay-jaykaare. | |
2 | Khajori keri daadi grahe sahu, |
Stutinaa naado gajaave tahi bahu; | |
Hosaanaa, hosaanaa, hosaanaa, hojo, | |
Param uchaamaa hosaanaa ho. | |
3 | Jaykeraa naade nagari gaaje, |
Padhaare raajan shaantinaa saaje; | |
Swargtano ae raajvi aaje, | |
Aavyo re sahunaa taaran kaaje. |