163
૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ
વિમોહ છંદ | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | ખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો, ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે; |
તે જ પોતે મરી, માર માથે ધરો, લોક ત્રાતા થયો, શ્રેષ્ઠ ધામે ગયો. | |
૨ | ખ્રિસ્ત રાજ ખરો, રાજધારા ધરો, શુદ્ધ ઝાલી ધ્વજા, સર્વ હર્ખો પ્રજા; |
ખ્રિસ્ત થાઈ ધણી શક્તિ આપે ઘણી, દાસને પાળશે, શત્રુને ખાળશે. | |
૩ | ખ્રિસ્ત કિલ્લો ખરો, ભક્ત, તો મા ડરો, શત્રુ આવી રખે, માંહ્ય પેસી શકે; |
શત્રુ ઘેરા કરે, ઉચ્ચ મોરચા ધરે, બૂમ પાડે ઘણી, દેન શત્રુ તણી. | |
૪ | યુક્તિથી જો લડે પાછા પડે, ભક્ત નિર્ભે રહે, જીત પૂરી લહે; |
શત્રુ શેતાનથી, ક્રૂરના બાણથી, ખ્રિસ્ત તો ઢાલ છે, શૂર ભૂપાલ છે. | |
૫ | ખ્રિસ્તથી બુદ્ધિ છે, ખ્રિસ્તથી શુદ્ધિ છે, બોધ પામી નમો, શુદ્ધ થાઓ તમો; |
ખ્રિસ્તશિક્ષા ખમી, ખ્રિસ્ત પાયે નમી, શુદ્ધ કામો કરો, સ્વર્ગ આશા ધરો. |
Phonetic English
Vimoh Chand | |
Kartaa: | J. V. S. Taylor |
1 | Khrist saathe malo, satya raakhi valo, Khrist sambhaalashe, bhaktane paalashe; |
Te j pote mari, maar maathe dhari, lok traataa thayo, shresht dhaame gayo. | |
2 | Khrist raja kharo, raajadhaaraa dharo, shuddh jhali dhvajaa, sarv harkho prajaa; |
Khrist thaai dhani shakti aape ghani, daasane paalashe, shatrune khaadashe. | |
3 | Khrist killo kharo, bhakt, to maa daro, shatru aavi rakhe, maahya pesi shake; |
Shatru gheraa kare, uchch morachaa dhare, boom paade ghani, sen shatru tani. | |
4 | Yuktithi jo lade paachaa pade, bhakt nirbhe rahe, jeet puri lahe; |
Shatru shetaanathi, kruranaa baanathi, Khrist to dhaal che, shur bhupaal che. | |
5 | Khristathi buddh che, Khristathi shuddhi che, bodh paami namo, shuddh thaao tamo; |
Khristshikshaa khami, Khrist paaye nami, shuddh kaamo karo, swarg aashaa dharo. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan
Media - Composition & Sung By C.Vanveer