૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ

૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ
ઝૂલણા વૃત
કર્તા: થોમાભાઈ
પાથાભાઈ

૪. વિશ્વાસ અને ખાતરી

ટેક: જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું; જો મરું તો ઘણો લાભ માનું.
જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હર્ખકારી;
ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નીમ ધારી. જીવતો.
જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે,
નિત્યના જીવનો તાજ લેઈ ઘરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. જીવતો.
સેવ કીધા પછી ઘોરમાં હું પડું તોય આનંદ છે એમ માનું;
કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી, જીવતો રાખશે એમ જાણું. જીવતો.
મોતનો હું નથી ખ્રિસ્તનો છું સદા, ખ્રિસ્ત ઈસુ મને નિત્ય રક્ષે;
ઘોરથી ઊઠિયો હું તણો દેવ જે તે જ ઉઠાડતાં જીવ બક્ષે. જીવતો.
ખ્રિસ્ત ઈસુ કહે, "જીવતો હું સદા માટ જીવતાં તમે નિત્ય રહેશો;
હું રહું ત્યાં તમે વાસ સૌ પામશો ને સદા સ્વર્ગમાં ભાગ લેશો. " જીવતો.

Phonetic English

284 - Shraddhaahduni Hos
Zoolahnaa Vrut
Kartaa: Thomabhai
Pathabhai

4. Vishwaas Ane Khaatari

Tek: Jeevato jo rahu, Khrist kaaje rahu; jo maru to ghahno laabh maanu.
1 Jeevavu Khristna kaamne kaarahne, Khristnu kaam che harkhkaari;
Khristne maanato hu rahu sarvada, ae ja che nityano nim dhaari. Jeevato.
2 Jo maru to mane laabhakaari thashe, kema ke hu jai Khrist paase,
Nityana jeevano taaj lei gharu, santana sangama swargvaase. Jeevato.
3 Seva kidha pachi ghorama hu padu toy aanand che aem maanu;
Kem ke Khristma aash maari ghahni, jeevato raakhashe aem jaahnu. Jeevato.
4 Motano hu nathi Khristno choo sada, Khrist Isu mane nitya rakshe;
Ghorthi uuthiyo hu tahno dev je te ja uthaadata jeev bakshe. Jeevato.
5 Khrist Isu kahe, "Jeevato hu sada maat jeevata tame nitya rahesho;
Hu rahu tyaa tame vaas sau paamasho ne sada swargma bhaag lesho. " Jeevato.

Image

 

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhoopali