252

Revision as of 21:03, 28 December 2016 by Upworkuser2 (talk | contribs) (→‎Phonetic English)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૫૨ - શ્રમિત છે ખરે ?

૨૫૨ - શ્રમિત છે ખરે ?
લલિત વૃત્ત
"Art thou weary, art thou languid?"
અનુ. : હ. બ. ભટ્ટ
શ્રમિત છે ખરે ? કલાંત છે ખરે? અતિશ દુ:ખથી ખિન્ન તું ખરે?
ઈસુ કહે તને, " આવ, હું કને, પદ મળે અહીં શાંતિનું તને."
કવણ ચિહ્નથી ભોમિયો ગણી મન કરી શકું એહની ભણી?
ચરણ, હાથ ને પાંચળી વિષે કઠિન ઘા તણાં ચિહ્ન જો દીસે.
મુગટ રાજનો છે શું એહને શિર વિરાજતો ? તે કહો મને.
મુગટ મસ્તકે છે ખરેખરો, નહિ સુનાતણો - શૂળનો કર્યો.
કવણ લાભની આશ હ્યાં ધરું, પૂઠળ ખોળીને એહની સરું ?
વિવિધ શોક ને મે'નતો ઘણી, નયનથી વહે ધાર આંસુની.
અનુસરું કદી નિત્ય એહને, દઈ શકે શું એ આખરે મને ?
શ્રમ ટળે, હઠે શોક સામટા, ભવ તણો મહા પાર પામતાં.
શરણ પામવા વિનવું કદી, કઠિનતા ધરે મુશ્ખ 'ના' વદી?
ધરણિ, સ્વર્ગ બે વીતતાં લગી, 'નહિ' ન નીકળે ઈસુ મુખથી.
અનુસરે, જડે, સાચવે, મથે, શુભ કરે ખરે, એમ કો કથે ?
શહીદ, બોધકો, સંત, પ્રેરિતો દઢ મતે પડયા 'હા' ભણે જનો.

Phonetic English

252 - Shramit Chhe Khare ?
Lalit Vrutt
"Art thou weary, art thou languid?"
Anu. : H. B. Bhatt
1 Shramit chhe khare ? Kalaant chhe khare? Atish dukhathi khinn tu khare?
Isu kahe tane, " aave, hun kane, pad mahde ahi shaantinu tane."
2 Kavahn chinhathi bhomiyo gahni man kari shaku ehani bhahni?
Charan, haath ne paansahdi vishe kathin gha tahna chinh jo deese.
3 Mugat raajno chhe shu ehane shir viraajato ? Te kaho mane.
Mugat mastake chhe kharekharo, nahi sunaatahno - shoohdano karyo.
4 Kavan laabhani aash hya dharu, poothahd khohdine ehani saru ?
Vividh shok ne me'nato ghani, nayanthi vahe dhaar aansuni.
5 Anusaru kadi nitya ehane, dai shake shu e aakhare mane ?
Shram tahde, hathe shok saamata, bhav tahno maha paar paamata.
6 Sharahn paamava vinavu kadi, kathinata dhare mushkh 'na' vadi?
Dharahni, svarg be veetataan lagi, 'nahi' na neekale Isu mukhathi.
7 Anusare, jade, saachave, mathe, shubh kare khare, em ko kathe ?
Shaheed, bodhako, sant, prerito dadh mate padya 'ha' bhane jano.

Image

 


Media - Lalit Chand