૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા

૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
"Hark, the herald angels sing"
Tune : Mendelssohn
કર્તા : ચાલ્ર્સ વેસ્લી
૧૭૦૭-૮૮
અનુ. : જે. એફ. સ્ટીલ
સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને,
ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ્ થયા !"
હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે,
દૂતો સાથે જણાવો, "બેથલહેમ ખ્રિસ્ત જનમ્યો."
ટેક : સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને."
સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે,
આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ !
શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે !
માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ.
સુણો, દૂતો
શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને !
સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર.
સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે;
માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય.
સુણો, દૂતો.

Phonetic English

62 (K) - Param uchaamaa devne mahimaa
"Hark, the herald angels sing"
Tune : Mendelssohn
Kartaa : Charles Wesley
1707-88
Anu. : J. F. Steel
1 Suno, duto gaay che, "dhanya baadak raayne,
Bhulok shantataa, dayaa- maanav dev sannidh thayaa !"
He sahu prajaa, umange gaao svargi sen sange,
Duto saathe janaavo, "Bethalahem khrist janmyo."
Tek : Suno, duto gaay che, "Dhanya baadak raayne."
2 Swarg je pujaay che, sadaano je raay che,
Aavyo te tharele kaad, thayo kuvaarino baad !
Shabd thayo che sadeh, sadvataarano bolo je !
Maanavmaa maanav thayel, Isu te aj imaanuael.
Suno, duto
3 Shantinaa sardaarne je ! Jaykaar aatmik ravine !
Sarvane te de che noor, jeevane te che bharpuur.
Swargi mahimaa taji te mot haraavavaa janme che;
Maanav punarjanit thaay maate avaataar le che raay.
Suno, duto.

૬૨ (ખ) - સ્તોત્ર

૬૨ (ખ) - સ્તોત્ર
જુઓ, આકાશમાં વાણી થાય છે, ખબર કરનાર દૂતો ગાય છે;
સૃષ્ટિમાં સ્તવન ત્રાતા રાજાને, પૃથ્વીમાં આનંદ માણસ પ્રજાને.
પૃથ્વીમાં શાંતિ, દીનો પર દયા, દુષ્ટો કરુણા પામનારા થયા;
માનવા તો માંડો સહુ લોકો તમો, માણસ બધાંયે અંતરમાં નમો.
જયયરોગ ગીતો આકાશમાં ગાઓ, તેજસ્વી ફોજો ગીત ગાતાં જાઓ
શાંતિનો રાજા આજાશથી આવ્યો, શાંતિનો ઉપાય સાથે તે લાવ્યો.
જયનાદી ગીતો આનંદે ગાઓ, જયકાર કરીને સહુ ગાતાં આવો;
સૃષ્ટિનો રાજા રાજ મૂકી દે છે, જીવનનો દાતા મત્ર્ય અંગ લે છે.