187

Revision as of 00:55, 18 October 2016 by Upworkuser (talk | contribs) (→‎Phonetic English)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?

૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?
રાગ: ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
જો ઈસુ તણું મુખ ભાળશો, શું દીસે છે?
શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે.
તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા,
તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા.
જે હૈયું બેચેન, પીડા બહુ ભારી,
ત્યાં ઈસુ છાંટે પ્રેમનું અમૃત વારિ.
જો હૈયા ગમ પણ તાકશો, શું દીસે છે?
જો, અધમોના વિચાર મનડા વિષે છે.
છે કોમળ હૈડું નાથનું, દુ:ખ હરશે તે,
છે રે'મ, અતિ દિલ માંય, સુખિયાં કરશે તે.
જો નેણ પ્રભુનાં ભાળશો, શું દીસે છે?
બહુ રે'મ કૃપા ને પ્રેમ આંખો વિષે છે.
તે પાપી ગમ રે તાકતો તારણ કરવા;
તે વાટ જુએ છે એમની પાપો હરવા.
જો હાથ પ્રભુના ભાળશો, તે કેવા છે?
શુભ દાનોનો દાતાર ભાળો એવા છે.
તે ડૂબતા જનની બાંય સ્નેહે ઝાલે છે,
ને હાથ ગ્રહીને નાથ આશરો આપે છે.
૧૦ જો પગ પ્રભુના પેખશો, શું કરતો તે?
જો, ભટકેલાની શોધ કરવા ફરતો તે.
૧૧ તે શોધે છે નિજ ઘેટડાં ફરતો ફરતો;
તે જીવન દેવા કાજ નિત પગલાં ભરતો.
૧૨ જો પ્રભુના રૂડા કાનની ગમ ધારી રે;
તે સુણવા છે તૈયાર અરજી તારી રે.

Phonetic English

187 - Isunan sarvaang kevaan chhe?
Raag: Garba
Karta: K. M. Ratnagrahi
1 Jo Isu tanun mukh bhaalasho, shu deese chhe?
Shubh karuna, preeti saath sundar deese chhe.
2 Te ven krupaanaan bhaakhato sahu dukh harava,
Te kahe chhe sundar ven haide sukh bharava.
3 Je haiyun bechen, peeda bahu bhaari,
Tyaan Isu chhaante premanun amrut vaari.
4 Jo haiya gam pan taakasho, shu deese chhe?
Jo, adhamona vichaar manada vishe chhe.
5 Chhe komal haidu naathanun, dukh harashe te,
Chhe re'm, ati dil maanya, sukhiyaan karashe te.
6 Jo nena prabhunaan bhaalasho, shun deese chhe?
Bahu re'm krapa ne prem aankho vishe chhe.
7 Te paapi gam re taakato taaran karava;
Te vaat juaae chhe emani paapo harava.
8 Jo haath prabhuna bhaalasho, te keva chhe?
Shubh daanono daataar bhaalo eva chhe.
9 Te doobata janani baanya snehe jhaale chhe,
Ne haath grahine naath aashro aape chhe.
10 Jo pag prabhuna pekhasho, shun karato te?
Jo bhatakelaani shodh karava pharato te.
11 Te shodhe chhe nija ghetadaa pharato pharato;
Te jeevana deva kaaj nit pagalaa bharato.
12 Jo prabhuna rooda kaanani gam dhaari re;
Te sunava chhe taiyaar araji taari re.

Image

 

Media - Traditional Tune