173

Revision as of 04:20, 16 October 2016 by Upworkuser (talk | contribs) (→‎Phonetic English)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૭૩ - ઈસુનું સ્તવન

નારાચ છંદ
કર્તા: જે. વી. એસ/ ટેલર
સદાય પાસ થા, મહા દયાળુ તારનાર તું,
સુદાસના વિવેકમાં વિજ્ઞાન લાવનાર તું;
અયોગ્ય ભાવ ઉરથી અલોપ તું કરાવજે,
વિચાર સર્વ શુદ્ધ જે હ્રદે વિષે ભરાવજે.
અમો મનુષ્ય જાત તો હતા પડેલ પાપમાં,
મહા પવિત્ર દેવના અપાર તપ્ત તાપમાં;
દયાળુ તું હતો અને અનુપ પ્રીતિ તેં કરી,
દયા ભરેલ દષ્ટિ તેં અમો ભણી કરી નરી.
પિતા તણા સમીપનો પ્રતાપ તેં તજી દીધો,
અશ્ય ભાર પાપનો પરાક્રમે શિરે લીધો;
તને સદાય જાણતાં અમો વખાણ આપીએ,
દિને દિને સુરીતિએ પવિત્ર માર્ગ કાપીએ.
અખંડ નેમ સ્વર્ગનો અત્યારથી પળાવજે,
પવિત્ર ચાલ સર્વદા સુભાવથી ચલાવજે;
દયાળુ દેવની કૃપા થયે ચલાય માર્ગમાં,
પ્રયાણ સર્વ પૂર્ણ તો નિરાંત થાય સ્વર્ગમાં.

Phonetic English

Naarach Chand
Kartaa: J. V. S/ Taylor
1 Sadaay paas thaa, mahaa dayaalu taaranaar tu,
Sudaasanaa vivekamaa vigyaan laavanaar tu;
Ayogya bhaav urathi alop tu karaavaje,
Vichaar sarv shuddh je hrude vishe bharaavje.
2 Amo manushya jaat to hataa padel paapamaa,
Mahaa pavitra devanaa apaar tapt taapamaa;
Dayaalu tu hato ane anup priti te kari,
Dayaa bharel drashti te amo bhani kari nari.
3 Pitaa tanaa samipano prataap te taji didho,
Asahy bhaar paapno paraakrame shire lidho;
Tane sadaay jaanataa amo vakhaan aapiae,
Dine dine suritiae pavitra maarg kaapiae.
4 Akhand nem swargno atyaarthi padaavaje,
Pavitra chaal sarvadaa subhaavathi chalaavaje;
Dayaalu devni krupaa thaye chalaay maargamaa,
Prayaan sarv poorn to niraant thaay swargmaa.

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod