૧૦૮ - જુઓ, દેવનું હલવાન

૧૦૮ - જુઓ, દેવનું હલવાન
૮, ૪ સ્વરો
“Behold, behold the Lamb of God”
જુઓ, જુઓ, દેવનું હલવાન, વધસ્તંભ પર.
પાપી કાજ થતું બલિદાન, વધસ્તંભ પર.
સાંભળો તેની વાણ કાન ધરતા,
તે પાપી કેમ નથી ફરતા?
આવી જુઓ મરતો ત્રાતા, વધસ્તંભ પર.
હાંક મારે છે ભારે દુ:ખથી, વધસ્તંભ પર.
લોહી વહે છે હાથ, પગ, કૂખથી, વધસ્તંભ પર.
સૂરજ નથી આપતો અજવાળ,
રાત જેવો ઘોર અંધકાર દિન કાળ,
જુઓ તમારા દેવના હાલ, વધસ્તંભ પર.
પાપી આવો ખ્રિસ્તને જોવા, વધસ્તંભ પર.
લોહી આપ્યું પાપથી ધોવા, વધસ્તંભ પર.
શુદ્ધ કરવાને ચાલે છે ધાર,
શેતાનને પમાડીને હાર,
ઈસુએ કર્યો છે ઉદ્ધાર, વધસ્તંભ પર.

Phonetic English

108 - Juo, Devanu Halavaan
8, 4 Swaro
“Behold, behold the Lamb of God”
1 Juo, juo, devanu halavaan, Vadhastambh par.
Paapi kaaj thatu balidaan, Vadhastambh par.
Saambhado teni vaan kaan dharataa,
Te paapi kem nathi farataa?
Aavi juo marato traataa, Vadhastambh par.
2 Haank maare che bhaare dukhthi, Vadhastambh par.
Lohi vahe che haath, pag, kukhathi, Vadhastambh par.
Suraj nathi aapto ajavaad,
Raat jevo ghor andhakaar din kaal,
Juo tamaar devanaa haal, Vadhastambh par.
3 Paapi aavo khristne jovaa, Vadhastambh par.
Loho aapyu paapathi dhovaa, Vadhastambh par.
Shuddha karavaane chaale che dhaar,
Shetaanane pamaadine haar,
Isu karyo che uddharvar, Vadhastambh par.

Image

 

Media - Hymn Tune : Behold the Lamb