488

Revision as of 17:16, 23 September 2016 by LerrysonChristy (talk | contribs)

૪૮૮ - પ્રભાત સમયે આભાર

૪૮૮ - પ્રભાત સમયે આભાર
આવો, બાળ, આવો, આજે પ્રભાતે,
પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવે.
રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે,
સાજાં ઉઠાડયાં વળી આજે પ્રભાતે. આવો.
રાત અંધારી, બહુ કાળી કાળી,
પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો.
આજ દિન કામ માટ આશિષ માગો,
ગત કાળ ભૂલથાપ તે સહુ ત્યાગો. આવો.
પિતા, પુત્ર, વળી આત્માને નામે,
આજ દિન કામ પર આશિષ જામે. આવો.

Phonetic English

488 - Prabhaat Samaye Aabhaar
1 Aavo, baal, aavo, aaje prabhaate,
Prabhugun gaaeeye sarv sanghaate. Aave.
2 Raksha kari tene gai kaal raate,
Saajaan uthaadayaan vali aaje prabhaate. Aavo.
3 Raat andhaari, bahu kaali kaali,
Prabhu vin kare kon raksha tamaari ? Aavo.
4 Aaj din kaam maat aashish maago,
Gat kaal bhoolathaap te sahu tyaago. Aavo.
5 Pita, putr, vali aatmaane naame,
Aaj din kaam par aashish jaame. Aavo.

Image

 


Media - Traditional Tune


Media - Composition By : Late Mr. Manu Bhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan