466
૪૬૬ - તારણહારનો જન્મ
૧ | ગૌરવી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો, |
વિજયી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો, | |
૨ | દૂતો નિહાળી ચમક્યા અહીરો, બીહો મા જનમ્યો ત્રાતા અમારો, |
આકાશી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો. | |
૩ | સિતારો નીરખી પૂર્વ દિશામાં, સિધાવે માગી ભજે મસીહા, |
બાળ એ રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો, | |
૪ | પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ થાઓ આજે આલમમાં, |
ધન્ય એ રાજા, ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો. | |
૫ | આશા અમારી, અંતર આવો, તિમિર હટાવી જ્યોતિ જલાવો, |
જીવનદાતા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો. |
Phonetic English
1 | Gauravi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro, |
Vijayi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro, | |
2 | Dooto nihaali chamakya aheero, beeho ma janamyo traata amaaro, |
Aakaashi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro. | |
3 | Sitaaro neerakhi poorv dishaamaan, sidhaave maagi bhaje Maseeha, |
Baal e raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro, | |
4 | Param oonchaamaan Prabhune mahima shaanti thaao aaje aalamamaan, |
Dhanya e raaja, Isu amaaro, janamyo jagamaan taaranahaaro. | |
5 | Aasha amaari, antar aavo, timir hataavi jyoti jalaavo, |
Jeevanadaata Isu amaaro, janamyo jagamaan taaranahaaro. |
Image
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Khamaj