૪૨૮ - નવીન વર્ષ

૪૨૮ - નવીન વર્ષ
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ

ટેક:

નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે,
સહુ ઘર સહુ જન ને સહુ મનમાં વાસ કરી તું રહેજે રે.
જીવન વિણના બચુ જીવોને તું જિવાડી લેજે રે,
આત્મિક અંધાં સંધાં મનનું તિમિત ટળે તુજ તેજે રે. નવીન.
ગત વરસોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે,
નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. નવીન.
તુજ કૃપાના શુભ સંદેશા નિતનિત નૌતમ દેજે રે,
સહુ સંતોના સુખ દુ:ખ કાળે પળ પળ પાસે રહેજે રે. નવીન.
સેવક, શોધક, બોધક, લેખક વધતા વધતા દેજે રે,
આશિષરૂપ સરિતા પેરે સહુ અંતરમાં વ્હેજે રે. નવીન.
આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે,
દુષ્ટ, હઠીલાં નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. નવીન.
ગત વરસોનાં કડવાં દુ:ખો જેના મનમાં જે જે રે,
હે દુ:ખભંજક, તું કરુણાથી દે વિસરાવી તે તે રે. નવીન.
ને સરવે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે,
તવ આશિષે આ અવનિને સુંદર, સુખકર કરજે રે. નવીન.
સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે,
નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન.

Phonetic English

428 - Naveen Varsh
Karta: Daniel Dahyabhai
Tek: Naveen varasamaan naveen sudaano he prabhu, sahune deje re,
Sahu ghar sahu jan ne sahu manamaan vaas kari tun raheje re.
1 Jeevan vinana bachu jeevone tun jivaadi leje re,
Aatmik andhaan sandhaan mananun timit tale tuj teje re. Naveen.
2 Gat varasomaan khot padi je te tun poori deje re,
Nij bhaktone nitya amar jal preme paato raheje re. Naveen.
3 Tuj krapaana shubh sandesha nitanit nautam deje re,
Sahu santona sukh dukh kaale pal pal paase raheje re. Naveen.
4 Sevak, shodhak, bodhak, lekhak vadhata vadhata deje re,
Aashisharoop sarita pere sahu antaramaan vheje re. Naveen.
5 Aatmik vrashti bahu bahu jan par tun varasaavi deje re,
Dusht, hatheelaan nirday manane shreshth kari de saheje re. Naveen.
6 Gat varasonaan kadavaan dukho jena manamaan je je re,
He dukhabhanjak, tun karunaathi de visaraavi te te re. Naveen.
7 Ne sarave je shubhata tujamaan te tun sahumaan bharaje re,
Tav aashishe aa avanine sundar, sukhakar karaje re. Naveen.
8 Sahune tuj adbhut paraakram tun dekhaadi deje re,
Nij daasoni namra vinanti hetathi lakshe leje re. Naveen.

Image

 

Media - Traditional Tune

Media - Composition By : Late Mr. ManuBhai Rathod