૨૨૦ - પવિત્ર શાસ્ત્ર

૨૨૦ - પવિત્ર શાસ્ત્ર
ચોપાઈ
"Holy Bible, Book Divine"
કર્તા: જે. વી. એસ. ટેલર
શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર;
છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન; છે મુજ જાત તણું ત્યાં ભાન.
છે મુજ ચૂલ વિષે ત્યાં બોધ; છે મુજ ભૂલ વિષે ત્યાં શોધ;
છે મુજ ઈશ્વરની ત્યાં રહેમ; છે મુજ ત્રાતાનો ત્યાં પ્રેમ.
છે મુજ ન્યાય તણો ચૂકાવ; છે મુજ ત્રાણ વિષેનો ભાવ;
છે મુજ દોષ વિષેનો દંડ; છે પાપીનું ત્રાણ અખંડ.
છે મુજ બીજ તણી ત્યાં શાંત; છે મુજ તારણનું વૃત્તાંત;
છે મુજ પાપ તજ્યાનું ચિત્ત; છે મુજ વેરી પરની જીત.
છે મુજ સૌખ્ય વિષે વિશ્વાસ; છે મુજ તાજ તણી ત્યાં આશ;
એ ભંડાર પવિત્ર અમૂલ, નિત નિત આપે જ્ઞાન અતુલ.
તે મુજ કરમાં છે આપેલ, ઈશ્વર પ્રેમ થકી દીધેલ;
તે હ જણાવે જીવ અનંત, તે જ સદા શિરોમણિ ગ્રન્થ.


Phonetic English

220 - Pavitra Shaastra
Chopaai
"Holy Bible, Book Divine"
Karta: J. V. S. Tailor
1 Shaastr pavitra kharo bhandaar, gyaan sanaatan tyaan malanaar;
Chhe. muj mool tanun tyaan gyaan; chhe muj jaat tanun tyaan bhaan.
2 Chhe muj chool vishe tyaan bodh; chhe muj bhool vishe tyaan shodh;
Chhe muj Ishvarani tyaan rahem; chhe muj traataano tyaan prem.
3 Chhe muj nyaay tano chookaav; chhe muj traan visheno bhaav;
Chhe muj dosh visheno dand; chhe paapeenun traana akhanda.
4 Chhe muj beej tani tyaan shaant; chhe muj taarananun vrattaant;
Chhe muj paap tajyaanun chitt; chhe muj veri parani jeet.
5 Chhe muj saukhya vishe vishvaas; chhe muj taaj tani tyaan aash;
E bhandaar pavitra amool, nit nit aape gyaan atul.
6 Te muj karamaan chhe aapel, Ishvar prem thaki deedhel;
Te ha janaave jeev anant, te ja sada shiromani granth.

Image

 

Media - Hymn Tune : Aletta

Media - Hymn Tune : Horton

Media - Traditional Tune Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod