249

Revision as of 17:13, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત== {| |+૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત |- | |૮, ૬ સ્વરો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત

૨૪૯ - આવો, હરેક પાપથી પીડિત
૮, ૬ સ્વરો ને ટેક
"Come, every soul by sin oppressed"
Tune: Stockton S.S. 64
કર્તા: જોન એચ. સ્ટોકટન,
૧૮૧૩-૭૭
અનુ. : વી. કે માસ્ટર
આવો, દરેક પાપથી પીડિત, છે દયા પ્રભુ પાસ,
તે દે તમને વિરામ ખચીત, જો કરો હાલ વિશ્વાસ.
ટેક: વિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો; ત્રાણ તે દેશે, ત્રાણ તે દેશે, હાલ તે ત્રાણ દેશે.
આશીર્વાદો ખ્રિસ્તે આપવા વહેવડયું રક્ત મૂલ્યવાન;
તેમાં ડૂબકી મારો નહાવા, થશો શ્વેત હિમ સમાન.
હા, ઈસુ છે સત્ય, રસ્તો, દોરનાર વિશ્રામમાં નિત;
વિશ્વાસ કરો ઢીલ વિના તો, થશો આશીર્વાદિત.
ભળી જાઓ પવિત્ર સંધમાં, ચાલો સ્વર્ગી માર્ગ પર,
નિત રે'વા તે સુંદર દેશમાં, જ્યાં આનંદ છે અમર.