19

Revision as of 14:07, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૧૯ – સ્તુતિપાત્ર યહોવા ૧ પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૯ – સ્તુતિપાત્ર યહોવા ૧ પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન, ત્યાં ગાઓ તેનાં ગીત; હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; સહુ માનો તેની પ્રીત.

૨ ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, ને આકાશનાં ઊંચાણ; ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, તેણે કર્યાં નિર્માણ.

૩ ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, ફળઝાડો ને દેવદાર; ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ, અને સઘળાં જાનદાર.

૪ ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, કન્યા તથા જુવાન; ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, તે એકલો મહિમાવાન.

૫ ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; તેઓએ દેવું માન; ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; ને તેનાં કરે ગાન.