240

Revision as of 17:05, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૦ - ઉદ્ધારના સમાચાર== {| |+૨૪૦ - ઉદ્ધારના સમાચાર |- | |૭, ૬ સ્વરો |- |Tune: |Webb |- |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૪૦ - ઉદ્ધારના સમાચાર

૨૪૦ - ઉદ્ધારના સમાચાર
૭, ૬ સ્વરો
Tune: Webb
કર્તા: જે. વી. એસ. ટેલર
આકાશથી દેવે કહું, દયા પ્રગટ કરાય;
સંપૂર્ણ તારણ થયું, ન નાશે લોકો જાય.
આકાશી દૂતો માને, લોકોમાં થશે જાણ;
શ્રદ્ધાળુઓ સૌ જાણે, હું સદા સ્તુતિમાન.
મેં માણસ કર્યું સુખી, પવિત્ર તેનું ભાન;
એદનમાં તેને મૂકી ત્યાં આપ્યું મેં વરદાન;
પણ ભૂંડો વિચાર પેઠો, ને થઈ તેથી ભૂલ,
ને પાપમાં માણસ બેઠો, ને આસન થયું ઘૂળ.
એમ માણસ થયું પાપી, ને ભૂંડું તેનું મન;
મૂર્તિની પૂજા સ્થાપી સંઘાં થયાં દુર્જન.
શેતાનની વાતો માની તે લાવ્યો માથે નાશ,
ને જ્ઞાનની વાત ન જાણી તેણે ખોયું આકાશ.
પણ દેવે પ્રીતિ કરે ન થવા દીધો નાશ;
ઉદ્ધારનો ઉપાય કરી તે કહે છે, આવ આકાશ,
ઉદ્ધારની, રે, ઉદ્ધારની આ ખબર દૂર ફેલાવ;
જગતના એક તારનારની સર્વને વાત શિખાવ.