|
૮, ૭ સ્વરો
|
|
"Tis so sweet to trust in Jesus"
|
|
Tune: C. N. 647
|
|
કર્તા: લુઈઝા એમ. આર. સ્ટેડ
|
|
અનુ. : જી. ડબલ્યુ. પાર્ક
|
|
૧
|
માત્ર ઈસુ પર ભરોસો ! કેવી સુંદર છે આ વાત !
|
|
કેવી ધીરહ જ્યારે શીખું, તેનું વચન જે શાશ્વાર.
|
|
ટેક:
|
ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, રાખું છું તુજ પર આધાર,
|
|
ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, મારા વિશ્વાસને વધાર.
|
|
૨
|
માત્ર ઈસુ પર ભરોસો, તેના રક્તથી છે મુજ ત્રાણ;
|
|
માત્ર ઈમાન થકી બચે રક્તના ઝરણથી મુજ પ્રાણ.
|
|
૩
|
માત્ર ઈસુ પર ભરોસો, અભિમાન, તમામ બદકામ
|
|
છોડું છું, તેનાથી પામું જીવન, આનંદ ને આરામ.
|
|
૪
|
હરખું વિશ્વાસ રાખતાં તુજ પર, તારક, મિત્ર વ્હાલા બહુ,
|
|
તું છે સદા સાથે તારનાર, અંત લગી ન તજનાર તું.
|