279

Revision as of 01:40, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૯ - પ્રભુની ધીરજ == {| |+૨૭૯ - પ્રભુની ધીરજ |- | |વિક્રાંત |- | |કર્તા: થોમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭૯ - પ્રભુની ધીરજ

૨૭૯ - પ્રભુની ધીરજ
વિક્રાંત
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
હે જગતારક, દેવ ધણી, તુજ પાય નમું છું;
ને મુજ પાપ કબૂલ કરી, તુજ નામ ભજું છું.
હું ગત કાળ તજી સતને ભટકયો ભવરાને;
હું ગત કાળ તજી સતને ફરતો અભિમાને,
હું ગત કાળ છકેલ થઈ સત નામ ન લીધું;
હું ગત કાળ છકેલ થઈ બહુ પાપ જ કીધું.
તો પણ તેં અતિ રહેમ કરી મુજ નાશ ન કીધો;
ને સત ન્યાય કરી મુજને બદલો નહિ દીધો.
જો મુજ કામ કરેલ તણો ઈનસાફ કરે તું;
તો તત્કાળ પડું નરકે, નિર્દોષ ઠરે તું.
હે મુજ ભૂપ, દયાળ પિતા, બહુ ધીરજ તારી;
આજ હયાત રહ્યો તુજથી, જગના અધિકારી.