277

Revision as of 01:36, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૭ - આશ્રયની માગણી == {| |+૨૭૭ - આશ્રયની માગણી |- | |ચરણાકુલ |- | |કર્તા: જે. વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭૭ - આશ્રયની માગણી

૨૭૭ - આશ્રયની માગણી
ચરણાકુલ
કર્તા: જે. વી. એસ. ટેલર
હું તો પાપી જ્ઞ બિચારો, તું તો મારો તારણહારો,
આપ કૃપા બહુ કીજે જી. હે પ્રભુ.....
ટેક: હે પ્રભુ, દર્શન દેજે જી; તુજ શરણે મને લેજે જી.
તું તો થઈ સહુ જગનો રાજા, દેહ ધરી તેં પાપી કાજા;
દાસ કરી મને લેજે જી. હે પ્રભુ....
હ્યાં શેતાન વડો દુ:ખદાયક, છે સહુ ભૂતળનો તે નાયક;
તેને બાંધી દેજે જી. હે પ્રભુ....
હું તો વિધવિધમાં બહુ ભૂલ્યો, વાત વૃથામાં બહુ બહુ ફૂલ્યો;
શુદ્ધ વિવેક જ દેજે જી. હે પ્રભુ....
પૂર્ણ પરાક્રમ તારું જાણું, પ્રેમ, દયા પણ અનહદ માનું;
શુદ્ધ બુદ્ધ વાર્તા દેજે જી. હે પ્રભુ....