276

Revision as of 01:30, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૬ - ઈસુનો અવાજ == {| |+૨૭૬ - ઈસુનો અવાજ |- | |કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર |- | |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭૬ - ઈસુનો અવાજ

૨૭૬ - ઈસુનો અવાજ
કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર
ટેક: ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ,
સુણો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર.
છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું,
ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત.
છે કોઈ આંખો આંસુ ભરેલી, વ્હાલાંથી તરછોડાયેલી,
પ્રભુ ઈસુના વીંધાયેલ હાથ એકેક આંસુને લૂછશે આંજ.
છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વીંઘાયેલું,
ઘા રૂઝવવા હ્રદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ.
કોણ તરછોડે આ પ્રેમી અવાજ ? કોણ તરછોડે વીઘાયેલ હાથે?
ના, ના, એમ નહિ કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય.