270

Revision as of 00:54, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૦ - ઈસુ નાઝારી પાસે થઈને જાય છે == {| |+૨૭૦ - ઈસુ નાઝારી પાસે થઈને જાય ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭૦ - ઈસુ નાઝારી પાસે થઈને જાય છે

૨૭૦ - ઈસુ નાઝારી પાસે થઈને જાય છે
૮, ૮, ૮, ૮, ૮, ૯ સ્વરો
"Jesus of Nazareth passeth by"
Tune: . S.S. 20
કર્તા: મિસ કઁમ્પબેલ
અનુ. : એમ. ઝેડ. ઠાકોર
આ શાનો ઉત્યુક સમુદાય, જે હ્યાંથી ઉતાવળો જાય?
આ અદ્ભુત લોક-જમાવની ફોજ, શાને ઘોંઘાટ કરે રોજ રોજ?
લોકોએ ઉત્તર આપ્યો કે, :ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
આ ઈસુ કોણ છે ? ને શા માટ શહેરને ખભળાવે બળની સાથ?
શું તે છે શક્તિમાન અપાર, લોકને ખેંચવા સ્વેચ્છાનુસાર?
ફરી જોરથી સાદ સંભળાય છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
એ ઈસુ છે, કે જેણે હ્યાં આવીને દુ:ખ, સંકટ વેઠયાં,
બહુ માંદાં, બહેરાં ને પંગાં, તેમને તેણે કર્યાં ચંગાં;
આંધળો સુણીને હરખાય છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
હે ઈસુ, દાઉદ કેરા સુત, તારી કરુણા છે અદ્ભુત!
તું દયા કર, મુજ સંધા પર ને મુજને પૂરો દેખતો કર;
ત્યારે, હું પણ પોકારીશ કે "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
આવો, ભારથી લદાયેલાં ક્ષમા, આરામ પામો વહેલાં;
બાપના ઘરથી હે ભટકેલાં, તેની રહેમ પામો, ઓ ઘેલાં;
લલચાયેલાં કાજ આશ્રમ છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
જો, આ તેડાને નકારશો, જો અદ્ભુત પ્રેમને ધિક્કારશો,
તો દુ:ખથી તે પાછો જશે, તમારી પ્રાર્થના અવગણશે.
"ઘણું જ મોડું" જો સાદ પડયો, "ઈસુ નાઝારી ચાલ્યો ગયો." (૨)